તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી નજીકના ચણોદ સ્થિત આઇઆઇએફએલના બ્રાંચ મેનેજરના જણાવ્યા મુજબ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી નજીકના ચણોદ સ્થિત આઇઆઇએફએલના બ્રાંચ મેનેજરના જણાવ્યા મુજબ જો 7 દિવસમાં આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાઇ જાય તો ગ્રાહકને ઓપ્શન આપવામાં આવશે.જેમાં પહેલાની જેમ વ્યવહાર રાખવાનો વિકલ્પ આપવામાં આવશે. જો મુદ્દામાલ ન મળે તો ઇન્સ્યુરન્સની ટર્મ પોલિસી મુજબ 90 દિવસમાં તેમને ગુરૂવારના બજારભાવ પ્રમાણે દાગીનાના રૂપિયા મળી જશે.

વાપી ચણોદ સ્થિત સોના પર લોન આપતી આઇઆઇએફએલ બ્રાંચમાં ગુરૂવારે લૂંટની ઘટના બાદ લોન લેનારા ગ્રાહકો બ્રાંચ ઉપર ધસી આવ્યા હતા. જોકે બીજા દિવસે શુક્રવારે પણ ગ્રાહકોની ભારે ભીડ બ્રાંચ ઉપર જોવા મળી હતી. લૂંટ બાદ બ્રાંચના સાધનોને સીઝ કરી દેતા કર્મચારીઓ ઓફિસ બહાર ટેબલ લગાવીને ગ્રાહકોને સમજાવતા જોવા મળ્યા હતા. જ્યાં ગ્રાહકોના નામ અને ફોન નંબર એક ડાયરીમાં લખી વધુ માહિતી 10 દિવસ બાદ ફોન પર આપવા બ્રાંચના કર્મચારીઓએ જણાવ્યું હતું. શુક્રવારે સવારથી સાંજ સુધીમાં 100થી વધુ ગ્રાહકોએ બ્રાંચ પર પહોંચી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી. બ્રાંચ તરફથી હાલ તો ગ્રાહકોને તેમના દાગીના બદલે રૂપિયા મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. જોકે આમ છતાં પણ કેટલાક ગ્રાહકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના કીમતી દાગીના ન મળવાનો પણ અફસોસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો