તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢના ઓટા રોડ પર સ્પીડ બ્રેકર નહીં બનાવાતાં અકસ્માતો વધ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના દશેરાકોલોની નજીકથી પસાર થતા સોનગઢ-ઓટા અને આહવા રોડ પર આવેલ શૈક્ષણિક સંસ્થાઓને ધ્યાનમાં લઇ રોડ પર સ્પીડબ્રેકર મુકવાની લેખિત માંગ ગત માસમાં કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. આ કારણે વિસ્તારમાં અકસ્માતના બનાવો પણ વધ્યા છે. સોમવારે બપોરે પણ એક કારચાલકે પોતાની કાર પૂરઝડપે હાંકી એક બાઇકને અડફેટમાં લેતા બે યુવકોને ઇજા પહોંચી હોવાનું નોંધાયું છે.

આ જ રસ્તા પર કોલેજમાં પણ હજ્જરોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરવા અર્થે આવે છે. આ રસ્તો આગળ ડાંગ જિલ્લાને અને મહારાષ્ટ્રના નવાપુરને જોડતો હોય એના પરથી મોટા પ્રમાણમાં ટ્રાફિક વહેતો હોય છે. આ રસ્તા પરથી પસાર થતા કેટલાક વાહનચાલકો આડેધડ વાહન હંકારતા હોય અવારનવાર અકસ્માતની ઘટનાઓ પબ બની રહી છે. આ બાબતે પાલિકા સભ્યએ ગત 16 મી જાન્યુઆરીએ લાગતાવળગતા અધિકારીઓને લેખિતમાં પત્ર લખી સ્થિતિનું વર્ણન કરી રોડ પર સ્પીડબ્રેકર, સાઈનબોર્ડ અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની માંગણી મૂકી હતી.

આ અંગે રજૂઆત કરી હોવા છતાં ધ્યાન અપાતું નથી
સોનગઢના ઓટા રોડ પર આવેલ દશેરા કોલોની વિસ્તારમાં ચાર જેટલી શાળા કોલેજ આવેલ છે અને એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અર્થે આવે છે. આ એ જ રોડ પર તાલુકા સેવા સદનમાં પણ લોકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. આ સ્થળે સ્પીડબ્રેકર સહીત સાઈનબોર્ડ મુકવા અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવા માટે મેં ગત 16મી જાન્યુઆરીએ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સ્થળે ઘણીવાર અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા હોય તાકીદે કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે. યોગેશ મરાઠે, નેતા, વિરોધ પક્ષ, સોનગઢ પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો