માંડવીના લીમધા આશ્રમશાળાની બસને વટારિયા પાસે અકસ્માત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાળાના પ્રવાસન માટે શિક્ષણ વિભાગે બનાવેલ નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે. પરિપત્રમાં સવારે 6 વાગ્યા પહેલા અને રાત્રે 10 વાગ્યા પછી શાળા પ્રવાસન માટે નિકળેલ ટ્રાવેલ્સ દ્રારા મુસાફરી કરી શકાતી નથી. શિક્ષણ વિભાગના નિયમોની અવમાનના કરીને બેફામ બનેલા શાળા સંચાલકોની ભુલોને કારણે માંડવી તાલુકાની લીમઘા આશ્રમશાળાથી અંબાજી પ્રવાસે જતી બસને વટારિયા પાસે રાત્રે 11 વાગ્યે અકસ્માત નળ્યો હતો.

વાલિયાના વટારિયા ગામ પાસે સીએનજી પંપ પર સીએનજી ભરાવવા જતી ઇકો કારને પૂરપાટ ઝડપે આવતી લીમધા આશ્રમશાળાની ટ્રાવેલર્સ બસે અડફેટે લીધી હતી. વાલિયાના રહીશ અને ઇકો કારના ચાલક સુનિલ વસાવા અને તેના 6 વર્ષિય બાળક અને તેમની પત્ની રીટાને ગેબી માર વાગ્યો હતો. ઇકો કારની પાછળ ટ્રક અને તેની પાછળ આશ્રમશાળા લીમધાની ટ્રાવેલ્સ આવતી હતી. તે દરમિયાન સિગ્નલ આપીને વળતા ઇકો ચાલકને ઓવરટેક કરતી ટ્રાવેલ્સે અડફેટે લીધી હતી. અકસ્માત થયેલ વાહનનો ઉપયોગ કરી શકાતો નથી તેમ છતા નિયમોને બાજુમાં મુકી વાલીયા પોલીસે તેમને ઉપયોગ કરવા દીધો છે. લીમઘા આશ્રમશાળાની ટ્રાવેલ્સ બસમાં ખીચોખીચ બાળકો ભર્યા હતા. આશ્રમશાળાએ ડીઇઓની પરવાનગી લીધી છેકે નથી તે જાણવા માટે ભાસ્કરે સુરતના જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું ચાર કલાક સુધી પણ તેમણે રિપ્લાય આપ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...