તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આટ ગામે 1.60 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે મુખ્યમંત્રી ગામ સડક યોજના અને 14 મા નાણાપંચ યોજના અંતર્ગત રૂપિયા 1.60 કરોડના વિકાસલક્ષી કામોની ખાતમુહૂર્ત વિધિ જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર. સી. પટેલના હસ્તે કરવામાં આવી હતી.

જલાલપોર તાલુકાનું આટ ગામ એ જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલનું માદરે વતન છે. રવિવારે ધારાસભ્ય આર. સી. પટેલે જિલ્લા પંચાયત નવસારીના માજી પ્રમુખ દિનેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ ખાતાના ચેરમેન તૃષાબેન પટેલ, સભ્ય રેખાબેન પટેલ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઇ પટેલ આટ ગામના ઉત્સાહી મહિલા સરપંચ વીણાબેન પટેલ, જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ રણધીરભાઇ પટેલ તથા ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે માદરે વતનના વિકાસ માટે મુખ્યમંત્રી ગામ સડક યોજના અને 14 મા નાણાપંચ યોજના અંતર્ગત ગામના વિવિધ વિસ્તારોમાં ગટર, રસ્તા અને બ્લોક પેવિંગ જેવા રૂપિયા 1.60 કરોડના ખર્ચે થનાર વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામોની ખાતમુહૂર્ત વિધિ કરતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

ધારાસભ્ય આર. સી. પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાના રસ્તા, પાણી તથા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ જેવા કામો માદરે વતનમાં કરી ગામ પ્રત્યેનું ઋણ અદા કર્યુ છે. તે ઉપરાંત આઇ.ટી.આઇ. તથા કન્યા વિદ્યાલય અને છાત્રાલયને તેમના વિસ્તારમાં લાવી તેના આધુનિક સંકુલો પણ તૈયાર થઇ ગયા છે.જેના થકી આ વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી તાલીમ ઘર આંગણે મળી રહેશે. તે સાથે યુવતીઓને પણ છાત્રાલયમાં રહી શિક્ષણ મેળવવાની તક મળશે.

આટ ગામ ખાતે 1.60 કરોડના વિકાસના કામોની ખાતમુહૂર્ત વિધિ આર.સી. પટેલના હસ્તે કરવામાં આવી હતી.તસવીર-વિજય પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો