તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતા-પિતાની વચ્ચેથી 4 વર્ષની દીકરીનું અપહરણ: 14 કલાકે રેલવે સ્ટેશનથી મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પ્રતિન પોલીસ ચોકડીથી માત્ર 100 મીટરના અંતરે ગુરુવારે સવારે ઓટલા પર સૂતેલા ડાકોરના શ્રમિક પરિવારની વચ્ચેથી શખ્સ 4 વર્ષની બાળકીને ઉઠાવીને ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. સીસીટીવીમાં ઘટના કેદ થઇ જતાં પોલીસે ગુનો નોંધી 5 ટીમો બનાવી શોધખોળ કરતા 14 કલાક બાદ અંકલેશ્વર રેલવે સ્ટેશનથી બાળકી મળી આવી છે. જોકે અપહરણકારનો પત્તો મળ્યો નથી.

મૂળ ડાકોરનો ચિરાગ જોષી અંકલેશ્વરમાં મજૂરી કામ કરે છે. પ્રતિન ચોકડી વિસ્તારમાં દુકાનના ઓટલા પર સૂઇ જઇ ભૂખ્યાને ભોજનમાં જમે છે. બુધવારે રાત્રે ચિરાગ અને પત્ની 4 વર્ષની બાળકીને લઇ કમલ શોપિંગ સેન્ટરની દુકાનના ઓટલે સૂઇ ગયા હતાં. વહેલી સવારે 6 વાગ્યાના સુમારે અજાણ્યો શખ્સ તેમની નજીકમાં આવીને સૂઇ જવાનો ડોળ કર્યો હતો. ત્યારબાદ 1 મિનિટ 15 સેકન્ડમાં જ માતા-પિતાની વચ્ચેથી બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો.

ચોર હાઇવે તરફ ભાગી જતાં ટોલ પ્લાઝાના ફૂટેજ મંગાવ્યાં : પોલીસની 6 ટીમની તપાસ

આંગડિયા પેઢી પાસેથી કારમાંથી રૂપિયા 20 લાખની ચોરીના મામલે પોલીસની જુદીજુદી ટીમો તપાસ કરી રહી છે. આંગડિયા પેઢી પર ગઠિયાઓએ રેકી કરી નજર રાખી હતી. સીસીટીવી ફૂટેજોનો અભ્યાસ કરતા કારમાંથી થેલી કાઢી ભાગતો ચોર તેના સાગરિતની બાઇકની પાછળ બેસી નેશનલ હાઇવે તરફ ભાગતો દેેખાય છે. અમે ટોલ પ્લાઝાના પણ ફૂટેજ મંગાવ્યા છે. 2 થી 3 શખ્સની સંડોવણીની શક્યતા છે. 6 ટીમો તપાસ કરી રહી છે. ટૂંકમાં ભેદ ઉકેલાવાની શક્યતા છે.> એમ.પી.ભોજાણી, ડી.વાય.એસ.પી, અંકલેશ્વર

5 ટીમોની તપાસમાં સફળતા

અપહરણકારનું 5 ટીમોએ પૈકી એક ટેકનિકલ ટીમ સીસીટીવી તેમજ ટાવર લોકેશન તપાસ્યા, બીજીએ ટ્રાન્સપોર્ટેશન પર નજર રાખી, ત્રીજીએ ધાબા હોટલોમાં ચેકિંગ,ચોથીએ રેલવે,બસ સ્ટેન્ડ પર જ્યારે પાંચમી ટીમે મંદિર આશ્રમમાં તપાસ કરતા બાળકી રેલવે સ્ટેશનથી મળી હતી હતી.

અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીથી100 મીટરના અંતરે શખ્સનું કારસ્તાન

અન્ય સમાચારો પણ છે...