દિલ્લીમાં આપ પાર્ટીની જીતથી કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીને ભારે બહુમત મળ્યુ છે. જેને લઇ કાર્યકર્તાઓ ઠેર-ઠેર વિજય મહોત્સવ ઉજવી રહ્યાં છે. વાપીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એક-બીજામે મીઠાઇ ખવડાવી વિજય મહોત્સવની ઉજવણી કરી હતી. પારડી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ડો.રાજીવ પાંડે અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીની જીતને વધાવી હતી. તો બીજી તરફ ભાજપના કાર્યકરો દિલ્લી બેઠક અંગે ઓછા મતોથી હારનારી બેઠકો અંગે સોસિયલ મિડિયામાં મેસેજ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...