તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપલા પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં હવે પોસ્ટ ઓફિસ ખાતે પણ નવા આધાર કાર્ડ બનાવવાની તેમજ જૂના કાર્ડમાં સૂધારા-વધારાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરળતાથી નવા આધારકાર્ડ બનાવવાની સુવિધા મળી શકશે.

આધાર કાર્ડ હવે સરકારે ફરજીયાત કરી દીધું છે. અને આગામી દિવસોમાં આધારકાર્ડમાં તમામ કાર્ડ લિંક કરી દેવાની સરકાર યોનાના બનાવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ખાનગી એજન્સીઓને કામગીરી સોંપવામાં આવતી હતી. આ ખાનગી એજન્સી આડેધડ કામ કરતી હોય જેમાં વિશ્વસનીયતા જળવાતી નહોતી. પરંતુ સરકારને ખાનગી એજન્સી જ પોસાય એમ હતી. પરંતુ હાલ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી પોસ્ટ ઓફિસ ને કામગીરી સોંપવામાં આવી છે. રાજપીપલા પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ ની સેવા શરૂ કરવામાં આવી ગઈ છે. આધારકાર્ડ માં સુધારા કરવા ના હોય તો આધાર પુરાવા જોઈ પોસ્ટ ઓફિસમાંથી કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...