તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટમાં દુખાવો થયા બાદ વાપીમાં યુવકે આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી સુલપડમાં રહેતો પરપ્રાંતિય યુવક બહેનના ઘરે જમ્યા બાદ ભાઇના ઘરે દરવાજો બંધ કરી આપઘાત કરતા આ અંગે ટાઉન પોલીસમાં જાણ કરાઇ હતી.

વતન બિહારથી 9 દિવસ પહેલા આવેલો ધીરજ રામાનંદ સીંગ ઉ.વ.22 વાપી સુલપડમાં મામાની છોકરીના ત્યાં રહેતો હતો. જીઆઇડીસી ખાતે ક્રિએટીવ કંપનીમાં નોકરીએ લાગેલો ધીરજ ગુરૂવારે સવારે પેટમાં દુખાવો થતા કામ પર ગયો ન હતો. બહેન નીભાદેવી સીંગના ઘરે બપોરે જમ્યા બાદ ભાઇ કુમુદ સીંગના ઘરે જઇ અંદરથી દરવાજો બંધ કરી ફાસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગે ટાઉન પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પેટમાં દુખાવાની નજીવી બાબતે મૂળ બિહારના યુવકે વાપીમાં આપઘાત કર્યાની ઘટના કોઇના ગળે ઉતરે તેમ નથી પોલીસ આ આપઘાતની ઘટનામાં બીજા પાસા પણ તપાસી રહી છે.જોકે પીએમ બાદ પણ હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો