તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબી ગામેથી દેશી બંદૂક સાથે એક યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના ડીજી દ્વારા બનાવેલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી આધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ગામ પાસે દેશી બનાવટની એક બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડી તેને સ્થાનિક પોલીસમાં સોંપી દેવાયો હતો.

સુરત ડીજી દ્વારા કાર્યરત કરાયેલા ઓપરેશન ગ્રુપના પોકો વિરલભાઈ પાટીલ તાપી જિલ્લાના સોનગઢ પંથકમાં આવેલા લીમડી ગામની સીમમાં એક્ઝામ બંદૂક લઇને ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે આધારે ઓપરેશન ગ્રુપના પીએસઆઇ પી. પી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીમડી ગામની સીમમાં સાર્વજનિક શૌચાલય પાસે સરમણ એક ઇસમને પકડી લીધો હતો. જેની તપાસ કરતા આરોપી દિલવરસિંગ ઉદેસિંગ ચીખલીકર (રહે. અકલકુવા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર) પાસેથી હથિયારના પરવાના વગરની હાથ બનાવટ પિસ્તોલ જેની કિંમત 15000 મળી આવી હતી. ઓપરેશન ગ્રુપ દ્વારા પોલીસે દ્વારા આરોપીનો કબજો લઇ બધુંક અને મોબાઈલ મળી કુલ 16700 મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીને સ્થાનિક પોલીસ ને કબ્જો સોંપી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...