તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News A Woman Was Killed By Lightning In Ghatoli Border Of Dadiyapada 073633

ડેડીયાપાડાના ઘાટોલીની સીમમાં વીજળી પડતા એક મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની સીમમાં ઢોર ચરાવવા ગયેલી મહિલા પર વીજળી પડતાં સ્થળ પર જ મોત થયું હતું. તેની સાથે રહેલી અન્ય મહિલાનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના ઘાટોલી ગામે ડીપી ફળિયામાં રહેતી વર્ષીય ઉર્મિલાબેન દેવજી વસાવા અને ત્રિજુબેન નામની મહિલાઓ બુધવારે ઘાટોલી ગામની સીમમાં ઢોર ચરાવવા ગયા હતા. દરમિયાન અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વીઝળીના કડાકા થતાં આ બંને મહિલાઓ દોડીને નજીકનાં ઝાડ નીચે આશરો લેવા જઈ રહી હતી. તેવામાં આગળ વીજળી પડતાં સીધી જ ઉર્મિલાબેન પર વીજળી ત્રાટકી હતી. તેની સાથે રહેલી મહિલા ગભરાી જતાં ઘટનાની જાણ ગામમાં કરી હતી. ગામલોકો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ ઉપર જઈને તપાસ કરતાં ઉર્મિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાબતે તેના પતિ દેવજીભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...