અંક્લેશ્વરના હસ્તીતળાવ ખાતે યુવાન પર અજાણ્યા શખ્સોનો હિંસક હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટના આસરમા ગામે રહેતો એક યુવાન કામ અર્થે અંક્લેશ્વરના હસ્તીતળાવ વિસ્તારમાં આવ્યો હતો. દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્સોએ અચાનક તેના પર પાઇપ, લાકડી સહિતના હથિયારો વડે હૂમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવની જાણ થતાં 108ની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર ચૌટા નાકા નજીક હસ્તી તળાવ વિસ્તારમાં આજ રોજ બપોરના સુમારે અજાણ્યા હુમલા ખોરો દ્વારા હાંસોટ આસારમાં ખાતે રહેતા 42 વર્ષીય

...અનુસંધાન પાના નં.2

ભરતભાઈ વસાવા પર હુમલો કર્યો હતો. પાઇપ અને અન્ય હથિયારો વડે તેમને માર મારી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા. જેમને સ્થાનિક રહીશો દ્વારા 108 મદદ થી સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલો કયા કારણસર કરવામાં આવ્યો હતો તે હજી સુધી જાણવા મળ્યું નથી. આ લખાય રહ્યું છે ત્યાં સુધી કોઈ જ પોલીસ ફરિયાદ પણ થઇ નથી. ત્યારે હુમલો અંગત અદાવતમાં કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા હાલ ઈજાગ્રસ્ત યુવાન પાસેથી વિગતો મેળવી રહી છે. ત્યારે અજાણ્યા હુમલાખોરોની પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...