આહવા શહીદ સ્મારકે પુલવામા શહીદોને ગ્રામજનોની શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં આહવામાં શહીદ સ્મારક ખાતે ગ્રામજનોએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી મૌન પાળ્યુ હતું.

14મી ફેબ્રુઆરી 2019નાં દિવસે ભારતભરનો યુવાવર્ગ વેલેન્ટાઈન દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો, તે દિવસે ભારતીય સેના ઉપર અચાનક જ પુલવા ખાતે આંતકી હુમલો થતા આ હુમલામાં 44 જેટલા ભારતીય જવાનો શહીદ થઈ ભારત માતાની ગોદમાં સમાઈ ગયા હતા. જેનાં પગલે સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. જેને આજે એકવર્ષ વિતી ગયું છે. 14મી ફેબ્રુઆરી એટલે યુવાવર્ગનો વેલેન્ટાઈન દિવસ પરંતુ પુલવાનાં આંતકી હુમલા બાદ મોટાભાગનાં દેશપ્રેમી યુવાનોએ 14મી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઈન દિવસ તરીકેને પડતો મૂકી દેશને માટે અમૂલ્ય કુરબાની આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી શહીદ દિવસની ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં શહીદ ચોક સ્મારકે શુક્રવારે આહવા નગરનાં ગ્રામજનો સહિત યુવાનોએ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. અહી શહીદ ચોક સ્મારક ખાતે મોટી સંખ્યામાં આહવા નગરનાં ગ્રામજનો તથા યુવાવર્ગ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...