ખાંડા સરકારી આયુર્વેદ દવાખાનાના તબીબની જન્મદિન અનોખી ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર|ખાંડા સરકારી આયુર્વેદ દવાખાનાના તબીબે પોતાના જન્મદિન નિમિતે બાળકોને વોચ આપી વૃક્ષ બચાવો માટે પ્રેરિત કરી અનોખી ઉજવણી કરી હતી. ડો.ભાવિન આર ચૌધરીએ ચાંદવેગણની વનાચાલ પ્રાથમિક શાળાના બાળકો સાથે પોતાની જન્મ દિવસની ઉજવણી કરી હતી. કેક પર વૃક્ષ બચાવોના સ્લોગન સાથે પ્રચાર કરી આયુર્વેદ ઔષધી રોપાનું વિતરણ કર્યું હતું. 100થી વધુની તબીબી તપાસ કરાઈ હતી. 350થી વધુને ઉકાળા વિતરણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...