બાજીપુરા શાળામાં બે દિવસીય રમતોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા | વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ દ્વારા શાળામાં બે દિવસીય રમતઉત્સવનું આયોજન મંડળના પ્રમુખ દિલીપભાઈ ભક્તના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમની શરૂઆત તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલી ચૌધરી રાશિબેન મનીષભાઈ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરેશકુમાર ચાવડાએ બાળકોને જીવનમાં રમતનું મહત્વ સમજાવ્યું હતું. જે બાદમાં લીંબુ ચમચી પોટેટો રેસ, દોડ,સંગીત ખુરસી સહિત કુલ 16 જેટલી વિવિધ રમતોમાં બાળકોએ ભાગ લીધો હતો. આ રમતમહોત્સવ ઉત્સવ બે દિવસ ચાલ્યો હતો. બીજા દિવસે જિલ્લાકક્ષાના કલામહોત્સવમાં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીની દર્શી ચૌધરીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યો હતો .વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે બાજીપુરા કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઇ ભક્ત, મંત્રી જીગરભાઈ શાહ, શહીદ આચાર્ય હરેશકુમાર ચાવડા તેમજ શાળા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...