તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી ઇમરાનનગરમાં દમણ તરફથી આવતા ટ્રકચાલકે બે કારને અડફેટમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ઇમરાનનગરમાં દમણ તરફથી આવતા ટ્રકચાલકે બે કારને અડફેટમાં લઇ વીજપોલીને ટક્કર મારતા કલાકો માટે વીજ ડૂલ થઇ ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કારચાલકોને કોઇ ઇજા પહોંચી ન હતી. ઘટનાની જાણ પોલીસને કરતા ટ્રકને કબજે લઇ ફરાર ચાલક સામે ગુનો નોંધાયો હતો.

વાપી ઇમરાન નગરમાં દમણથી સેલવાસ જતા રોડ પર સોમવારે દમણ તરફથી આવતા ટ્રક નં.જીજે-15-ઝેડ-0050ના ચાલકે પૂરઝડપે ગાડી હંકારી લાવતા આગળ ચાલતી રેનોલ્ટ કાર નં.ડીએન-09-ક્યુ-3398ને જોરથી ટક્કર મારી તેને ઘસડીને 5 મીટર સુધી ઘસડીને લઇ ગયો હતો. તે દરમિયાન રસ્તાની બાજુમાં પાર્ક કરેલ એક નેનો કાર પણ અકસ્માતના ચપેટમાં આવી હતી. ત્યારબાદ ટ્રક એક વીજપોલ સાથે અથડાઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી ન હતી. ઘટના બનતા જ ટ્રકનો ચાલક ગાડી છોડીને ફરાર થઇ ગયો હતો. જેની જાણ ટાઉન પોલીસને કરતા ટ્રક કબજે લઇ ફરાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...