Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એકલવ્ય સ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સાપુતારા | ડાંગ જિલ્લામાં આવેલ આહવા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં 31મા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. એકલવ્ય મોડેલ શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસ.પી.સી યોજનાના કુલ 28 વિદ્યાર્થીઓએ 31માં રાષ્ટ્રીય ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ડાંગ જિલ્લાના ટ્રાફિક પોલીસ વિભાગ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ તેમજ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ રેલી સ્વરૂપે આહવાના મુખ્યમાર્ગો પર ગાંધી ઉદ્યાનથી પ્રારંભ કરાયો હતો. આ રેલીના સમયગાળા દરમિયાન માર્ગમાં આવતા દ્વિચક્રી વાહન ધરાવતા વ્યક્તિઓને હેલ્મેટ તથા ફોર વ્હીલ ચલાવનારાઓને સીટ બેલ્ટ ફરજીયાત પહેરવા માટે એસપીજીના કેડેટ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમજ ડાંગ જિલ્લાના વાહન ધારકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આ ક્રેડિટ દ્વારા ગુલાબનું ફૂલ આપીને સમજાવાયા હતા. ડીવાયએસપી વસાવા, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.વસાવા તથા અન્ય સ્ટાફગણ માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.