કીમમાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ મહિલાને અડફેટે લેતાં ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે ગતરોજ રાહદારી મહિલાને અડફટે લેતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

કીમના વિવિધ વિસ્તારમાં તેમજ મુખ્ય બજારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. દિવસ દરમિયાન અને ખાસ સાંજના સમયે બજાર વિસ્તારમાંથી ખુબજ સાવચેતીથી વાહન તેમજ પગપાળા પસાર થવું પડે છે. રખડતા ઢોરોને કારણે છાશવારે અકસ્માત થતા રહે છે. રખડતા ઢોરો ક્યારેક રાહદરીને તો કયારેક બાઈકસવારને અડફેટે લઈ ઇજા પહોંચાડી છે. ત્યારે ગત રોજ કીમની સોનારૂપા સોસાયટીમાં રહેતા ચતુરબેન સતિષ ભાઇ પટેલને બજારમાં રખડતા ઢોરે અડફેટે લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમના જમણા હાથમાં ઇજા થતાં હાડકુ ભાંગી ગયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનોએ ગ્રામસભામાં રખડતા ઢોરોને પાંજરાપોળ મૂકી જેતે ઢોરોના માલિકોને કાયદાકીય દંડનાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...