તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રકે બાઇકને અડફેટમાં લેતા પોલીસકર્મીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શહેરમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી મોટરસાઈકલ પર અંકલેશ્વર તરફ મોટરસાઈકલ પર જતા પોલીસકર્મીને પાછળથી ટેમ્પો ચાલકે ટકકર મારતા પોલીસ કર્મી યુવાનનુ મોત નીપજવા પામ્યું હતંુ.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પેટીયા ગામના વતની અને હાલ સુરત ખાતે નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલી લોકેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અને સુરત શહેરમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા બાબુભાઈ વિરજીભાઈ ચૌધરી(48) શુક્રવારના રોજ પોતાની હોન્ડા યુનિકોન મોટરસાઈકલ નંબર (GJ- 05 HP- 1175) લઈને અંકલેશ્વર જતા હતા. ત્યારે કામરેજ તાલુકાના નવીપારડી ગામની સીમમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર બપોરના આશરે 2.00 કલાકે મોટરસાઈકલને પાછળ થી એક અશોક લેલન ટ્રક નંબર (GJ -05 BX- 6350)ના ચાલકે મોચરસાઈકલને પાછળથી ટકકર મારતા મોટરસાઈકલ સવાર પોલીસ કર્મી રોડ પર પટકાતા શરીરે ઈજા થતા સારવાર માટે 108 માં સુરત નવીસિવિલ હોસ્પીટલમાં લાવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન પોલીસ કર્મી બાબુભાઈનુ મોત નીપજતા કામરેજ પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંઘી હતી. ઘટના બનતા ટ્રકનો ચાલક નાસી છુટયો હતો. વધુમાં બાબુભાઈ હાલમાં સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હતા.તેમના પરિવારમાં પત્નિ વિણાબેન તથા બે સંતાનમાં એક પુત્ર રાહુલ અને પુત્રી પુનમને અલવિદા કહી દીઘી હતી.

નવી પારડી ખાતે પોલીસ કર્મચારીની મોટરસાઈકલ અને ટ્રક

અન્ય સમાચારો પણ છે...