તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોયંદી ભાઠલા ગામે નવસર્જન કરેલ તળાવ સુકાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા નજીકના ગોયંદી ભાઠલા ગામે ભાણાબાપા મંદિર સામે ગત વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નવસાધ્ય કરાયેલ તળાવ છેલ્લાં વરસાદમાં પાણી સંગ્રહ નહીં થતાં ખેતી માટે પાણી વાપરતા તળાવ ઉનાળા અગાઉ જ ખાલીખમ થઈ ગયું છે.

ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવા અર્થે સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવા તળાવો ઉભા કરાયા હતાં.તેમજ જુના તળાવોને નવસાધ્ય કરી ઊંડા કરી તેમાં પાણી સંગ્રહ વધાર્યો હતો.આ જળ સંચય યોજનામાં બીલીમોરા ધોલાઈ કોસ્ટલ હાઈવે પર આવેલ ગોયંદી ભાઠલા ગામે ભાણાબાપાના મંદિર સામે આવેલ વિશાળ તળાવ ગત વર્ષે ગુજરાત સરકારના જયસંચય અભિયાન અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ નવસાધ્ય કરવામાં આવ્યું હતું. જેમાં તળાવના પાળા નીચે રૂ. 12 લાખના ખર્ચે રબલ પ્લીચિંગનું કામ ગામના 224 જેટલા મહિલા પુરૂષો નરેગા યોજના હેઠળ શ્રમદાન કરી નવસાધ્ય કરવું હતું. 14 માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 1 લાખના ખર્ચે એલઇડી લાઈટ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાણી ભરતી બહેનો અને કપડાં ધોવા માટે ત્રણ પતરાના શેડ ઉભા કરાયા હતાં. પાળાથી તળાવનો પટ 7 મીટર જેટલો ઊંડો કરાયો હતો. પરિણામે ચોમાસામાં ગણદેવી તાલુકામાં વરસેલ 72.5 ઇંચ વરસાદ બાદ તળાવ છલોછલ ભરાયું હતું. પરંતુ વિદાય લેતા વરસાદના સમયમાં નહિવત વરસાદ વરસ્યો હતો. જે કારણે ખેડૂતો દ્વારા ખેતીના પાક બચાવવા પાણીનો ઉપયોગ કરી લેતા ઉનાળાની શરૂઆત પહેલા જ તળાવ તદન સુકાઈ જવા પામ્યું છે. તળાવની જમીન સૂકી ભટ્ટ થઈ એક ટીપું પાણી નથી બચ્યું. ત્યારે સુજલામ સુફલામ જળ સંચયના બીજા તબક્કામાં તળાવનું ફરી નવસર્જનની માંગણી થઈ રહી છે.જેથી આવનારા વખતમાં પાણીનો વધુ સંગ્રહ કરી શકાય.

ગોયંદી ભાઠલા તળાવ ગત વર્ષે જયસંચય અંતર્ગત નવસાધ્ય કરાયેલ તળાવ સુકાયું. તસવીર-પ્રબોધ ભીડે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો