તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઇ સ્વામિનારાયણ મંદિરે નવી મૂર્તિની સ્થાપના કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુનિયામાં ઘણા સંપ્રદાયો છે, પરંતુ કોઈ સંપ્રદાય ત્યારે સાચો કહેવાય જ્યાં તત્વજ્ઞાન હોય એ સિવાયના બાકી બધા પંથ કહેવાતા હોય છે. દરેક સંપ્રદાયનું પોતાનું કંઈક વિશિષ્ઠ હોય છે. એ મુજબ ભગવાન સ્વામિનારાયણ દુનિયાને નવું તત્વજ્ઞાન આપ્યું હતું. આ શબ્દો ઉકાઈ સ્વામિનારાયણ મંદિરે નૂતન મૂર્તિઓની પ્રતિષ્ઠામાં પધારેલા પૂજ્ય વિવેકસાગર મહારાજે કહ્યા હતા.

તેમણે આગળ બોલતા જણાવ્યું કે તત્વજ્ઞાન તો આપણી આંગળીઓમાં જ ગણાય તેવા છે. તેમણે પાંચ આંગળીઓ દર્શાવી ઉમેર્યું કે પ્રથમ જીભ, બીજી ઈશ્વર, ત્રીજી માયા અને ચોથી અક્ષર અને પાંચમી બ્રહ્મ એ મુજબ તત્વજ્ઞાન ગણાય છે. આપણે ભગવાનની મન,વચન અને કર્મથી આજ્ઞા પાળીએ તો આપણે પણ અક્ષરરૂપ થઇ શકીએ. સત્સંગ આગળ વધારતા તેમણે ઉમેર્યું કે શ્રીજી મહારાજે જણાવ્યું હતું કે પ્રગટને ઓળખવા માનવીઓ માટે અઘરું કામ છે એનું ઉદાહરણ ભગવાન રામ અને કૃષ્ણ છે. ભગવાન રામ અને કૃષ્ણના તે સમયે કોઈ મંદિર ન હતા જયારે આજે અંદાજિત 35 લાખ કરતા વધુ મંદિરો છે. શરૂઆતના સમયમાં બનેલ સ્વામી નારાયણ મંદિરો અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં બનેલ છ મંદિરોમાં પૈકી પાંચમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિઓ જ ન હતી. બાદમાં વડતાલ મંદિરે છેલ્લા શિખરમાં ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. સ્વામીએ ઉકાઈ ખાતે ના આ સ્વામિનારાયણ મંદિર સાથેના પોતાના સંસ્મરણો વર્ણવી જણાવ્યું કે સને 1972 માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે હું પણ ઉકાઈ ખાતે આવ્યો હતો, અને તે સમયના ઉકાઇના અધિકારીઓને મળી એક નાનકડું મંદિર બનાવ્યું હતું. તે આજે વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે.શરૂઆતમાં ઉકાઈ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની અને સ્વામી ગુણાતીતાનંદ મહારાજની તથા રાધા-કૃષ્ણની મૂર્તિ પૂજ્ય વિવેકસાગરજી મહારાજ અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં બિરાજમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે સોનગઢ-ઉકાઈ, વ્યારા, નવાપુર અને અન્ય સ્થાનોથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો