કોસંબા પંથકમાં બે સ્થળેથી મોટરસાઇકલની ઉઠાંતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોસંબા ટાઉન અને કીમ ચાર રસ્તા વિગેરે વિસ્તારમાંથી મોટરસાઈકલ ચોરીઓની ઘટનાઓ વધી છે. પોલીસ અને એલસીબી દ્વારા મોટર સાઈકલ ચોર પકડ્યા હોવા છતાં પણ હજુ મોટરસાઈકલ ચોરી અટકવાનું નામ લેતી નથી.

કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કીમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ કિષ્ના સોસાયટીના રૂમ નં 110માં રહેતા બાબુલાલ જમનાદાસ સોનીની મોટરસાઈકલ (GJ-05NA-1663) કિંમત 40,000 રૂપિયા જેને પાર્કિંગ માં પાર્ક કરી હતી. મોટરસાઈકલને 26મી એપ્રિલના રોજ પાર્ક કરી હતી જે કોઈ અજાણ્યા તસ્કરો મોટરસાઈકલની ચોરી કરીનેલઈ ગયા હતાં. 26મીની રાત્રિએ તરસાડી હીરા પન્ન સોસાયટીમાં સ્ટેટ બેંકની સામે રહેતા વિનોદભાઈ ભરતભાઈ સોલંકીની સોસાયટીની પાર્કિંગમાં પાર્ક કરેલી હિરોહોન્ડ મોટરસાઈકલ નં (GJ-19AQ-9575)ને રાત્રિના હરકોઈ વખતે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરીને લઈ ગયા હતાં. જે ચોરી અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...