તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી ડુંગરીફળિયામાં એક મજૂરએ મિત્રને તમાચો મારતા અદાવત રાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ડુંગરીફળિયામાં એક મજૂરએ મિત્રને તમાચો મારતા અદાવત રાખી તેણે રાતના સૂતેલી હાલતમાં મિત્ર ઉપર સળિયાથી હુમલો કરતા તેનું સ્થળ ઉપર મોત થયું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ રવિવારે તે નવસારી સબજેલમાં ધકેલાયો હતો.

ડુંગરીફળિયામાં મજૂરી કામ કરતા રવિંદ્ર અને મોહંમદ ગુલાબ શુક્રવારે રાત્રે જમવા બેસેલા હતા. તે સમયે બંને વચ્ચે બોલાચાલી થતા રવિંદ્રએ મોહંમદને તમાચો મારી દીધો હતો. જેની અદાવત રાખી રવિંદ્ર બાકડા ઉપર સૂતેલો હતો ત્યારે મોહંમદે સળિયાથી તેના માથા પર અનેક હુમલો કરતા મોત થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી મોહંમદ ગુલાબ નવસારી સબજેલમાં મોક્લ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...