તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાગબારાના કુંભીકોતર પાસેથી ખેરના લાકડા ભરેલી જીપ ઝડપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડીયાપાડાના આંબાવાડી ગામેથી રેવન્યુ વિસ્તારમાંથી ખેર વૃક્ષો કાપી સાગબારા રેંજ વિસ્તારમાથી જીપમાં ભરી પસાર થવાના છે. એવી ગુપ્ત બાતમી મળતાસાગબારા વન વિભાગે કુંભીકોતર પાસે નાકાબંધી કરતા ખેરના લાકડા ભરેલી તુફાન જીપ ઝડપી પાડી છે.

વન સંરક્ષક ડો.શશીકુમાર તથા નેત્રંગ રેંજના વી.પી.ગભાણીયાના માર્ગદર્શન અને દોરવણી મુજબ ભરતભાઈ વસાવા તથા વન વિભાગની ટીમે કુંભીકોતર પાસે નાકાબંધી કરી હતી.દરમિયાન તુફાન જીપ આવતા તેને અટકાવતા ચાલક તથા તેનો સાથીદાર જીપ ઉભી કરી અંધારાનો લાભ લઈ ભાગી છુટયાં હતા. જીપમાંથી ચોરીના ખેરના લાકડા મળી આવ્યા હતાં.જેને વન વિભાગે કબ્જે કરી તુફાન જીપને કબ્જે કરી સાગબારા વન વિભાગની કચેરી ખાતે લઈ જઈ તેની ગણતરી કરતાખેરના લાકડા નંગ-૨૪ જેનુ ઘન મીટર-૦.૬૫૦ જેની કિમત ૨૫,૦૦૦ તેમજ જીપની કિમત-૭૫,૦૦૦ મળી કુલ ૧,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...