તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કકવાડીમાં કૂતરાના ટોળાએ બાળકને બચકા ભરી 200 મીટર ઘસડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડથી 16 કિમીના અંતરે આવેલા કકવાડી ગામે ફળિયામાં ટંડેલ પરિવારના ઘર પાછળ રમી રહેલા 8 વર્ષીય બાળક ઉપર 10 થી 15 જેટલાં રખડતા કૂતરાંના ટોળાએ હુમલો કરી શરીરના ભાગે અનેક બચકાં ભરતાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.કકવાડીના આ બનાવના પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.માનવભક્ષી બની ગયેલા કૂતરાંઓએ બાળકને ગળામાં પકડીને 200 મીટર દૂર નદી સુધી ખેંચી પાણીમાં લઇ જતાં બોટના માછીમારે જોઇ કૂતરાંના ટોળાને ભગાડી દેતા બાળકનો જીવ બચ્યો હતો.જો કે ગંભીર ઇજા પામેલા બાળકને ડુંગરીના વૈદ્ય હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.જ્યાં તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ ડુંગરી પાસે દરિયાકાંઠાના કકવાડી ગામે ટંડેલ પરિવારનો 8 વર્ષીય બાળક બપોરે 12 વાગ્યાના સુમારે પાછળના વગડામાં બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. દરમિયાન અચાનક 10 થી 15 રખડતાં કૂતરાંએ ધસી આવી હુમલો કરતાં બાળક ગભરાઇને જમીન પર ઢળી પડ્યું હતું.દરમિયાન કૂંતરાઓએ બાળકને બચકાં ભરી શરીરના અનેક ભાગે ઇજા પહોંચાડી હતી.આટલેથી ન અટકતાં હિંસક કૂતરાં બાળકને ગળાના ભાગે પકડીને મેથિયા વિસ્તારમાંથી વહેતી અંબિકા નદી કાંઠે 200 મીટર સુધી ઘસડીને પાણીમાં લઇ ગયાં હતા.પાણી અને કાદવમાં ફસાયેલા આ બાળકને કૂતરાંએ માથા,છાતી,પગ અને ગળાના ભાગે અનેક બચકાં ભરતાં બાળકની શારીરિક હાલત અત્યંત ગંભીર બની ગઇ હતી.કૂતરાંની ચૂંગાલમાં ફસી ગયેલા બાળકે ચીસાચીસ કરતાં નદી પાસે બોટમાં કામ કરી રહેલા માછીમાર યુવાને દોડી આવી કૂતરાંઓને ભગાડી બાળકને બચાવી ગામમાં જાણ કરી દેતાં ગ્રામજનો અને બાળકના પરિવારજનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં બાળકને ડુંગરીમાં કૂતરા કરડવા અને સર્પદંશની સારવાર પણ આપતા વૈદ્ય હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યાં આઇસીયુમાં બાળકને સારવાર અપાઇ હતી.જયાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

4 વર્ષ પૂર્વે એક બાળકી શિકાર બની હતી

આજથી ચારેક વર્ષ પહેલા કાંઠાના માલવણ ગામે એક 7 વર્ષીય બાળકી ઘરથી થોડે દૂર શૌચક્રિયા માટે ગઇ હતી ત્યારે હિસંક કૂતરાંઓએ તેના પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.જેના કારણે તંત્રમાં પણ ભારે ખળભળાટ થઇ ગયો હતો.

કાંઠા વિસ્તારના ગામોમાં રખડતાં કૂતરાઅોના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

માંસ મચ્છી ખાતા કૂતરાં હિંસક બન્યા છે

ગ્રામજનોના જણાવ્યા મુજબ કાંઠાના ગામોમાં માંસ મચ્છી આરોગી કૂંતરાઓ હિંસક બની રહ્યા છે.જેના કારણે આવા બનાવો બને છે.મરઘાના છીછડા,મચ્છી જેવો ખોરાકની શોધમાં ફરતા રહેતા કૂંતરાઓ તેને આરોગી માનવભક્ષી બની હુમલા કરે છે. આજુબાજુના મરઘીના પોલટ્રીફાર્મનો કચરો દરિયા કિનારે ફેંકી દેવાતો હોવાથી તેનું માંસ અને હાંડકા ખાઇને અહીંના કૂતરાઅો હિંસક બનીને માનવ ઉપર પણ હુમલો કરતાં હોય છે. જોકે સદનસીબે બાળકની બૂમાબૂમથી માચ્છીમારો આવી જતાં તેને બચાવી લેવાયો હતો.

કૂતરાંઓને પકડવા TDOને જાણ કરી

બાળકને રખડતાં કૂતરાંઓએ હુમલો કરતાં ગામમાં ભયનું વાતાવરણ છે.ગામમાં વધતા જતા કૂતરાંઓને પાંજરે પૂરવા અમો અને ડે.સરપંચ ઉમેશભાઇ ટંડેલ,તલાટી ચિરાગ પટેલ દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન સેવકને જાણ કરી છે.>શાંતિબેન હળપતિ,સરપંચ,કકવાડી

અનેક બચકાં ભર્યા, બે કલાક સારવાર ચાલી

શરીરના અનેક ભાગે કૂતરાંના બચકાંથી ઘાયલ બાળકને આઇસીયુમાં દાખલ કરી એન્ટીરેબિઝ ઇમ્યુનોગ્લોબિબીન રેક્ષિનેશન ટ્રીટમેન્ટ આપવાની ફરજ પડી છે.બાળકને 2 કલાક ઇમરજન્સી સારવાર બાદ હાલત સુધારા પર છે.હાલે બાળક સારવારના હેઠળ રખાયો છે.
>ડો.પ્રશાંત વૈદ્ય,તબીબ,વૈદ્ય હોસ્પિટલ

બોટમાં કામ કરતાં માછીમારો દોડી આવી કૂતરાંની ચૂંગાલમાંથી બાળકને છોડાવ્યો, શરીરના અનેક ભાગે બચકાં ભર્યા

બાળકને જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા

કૂતરાંઓએ બાળક ઉપર હુમલો કરી ગંભીર ઇજા કરી હતી.જેને નદી નજીક બોટના માછીમારે દોડી આવી બચાવી લીધો હતો.બાળકને તાત્કાલિક વૈદ્ય હોસ્પિટલમાં 108માં લઇ જવાયો હતો.કૂતરાઓના બચકાંથી ઘાયલ બાળકની હાલત જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.એકાદ બે બચકાંના ઘા હોય તો ઠીક પણ બાળકના શરીરે અનેક બચકાં ભર્યા હતા.બાળકને ડો.દિનેશભાઇ વૈદ્ય અને ડો.પ્રશાંત વૈદ્ય દ્વારા આઇસીયુમાં સારવાર અપાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો