તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઉદ્યોગના ફોર્મ રદ કરવાના કેસ માં હાઇકોર્ટમાં આજે સુનાવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી વાપી વીઅાઇએની 6 માર્ચે યોજાનાર ચૂંટણી પૂર્વે સ્કૂટિની કમિટિએ ટીમઉદ્યોગના પાંચ તથા અન્યએક મળી કુલ 6 ફોર્મ રદ્ કરી દીધા હતાં. આ મામલે હવે ટીમ ઉદ્યોગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં વીઆઇએ દ્વારા વકીલ રોકવા એક દિવસનો સમય માગવામાં આવ્યો હતો. જેને લઇ હવે આ પિટિશનની વધુ સુનાવણી બુધવારે સવારે હાથ ધરાશે. ચૂંટણી પહેલા કાનુની દાવપેચની પ્રક્રિયા યથાવત છે.

વાપી વીઆઇએની ચૂંટણી માટેટીમ ઉદ્યોગમાંથી પ્રમુખપદ માટે માજી પ્રમુખ મહેશ પંડયા, ડો.હિરપરા, વિનોદ મેહરા, હેમલ નગરશેઠ, અને નરેશ શાહના ઉમેદવારીપત્ર સ્કૂટિની કમિટિએ રદ કરતાં મોટો વિવાદ થયો છે. આ નિર્ણયને ટીમ ઉદ્યોગના નરેશ શાહે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેને લઇ હાઇકોર્ટે વીઆઇએના પક્ષકારોને નોટિશ બજાવતાં મંગળવારે સુનાવણી હાથ ધરાઇ હતી. વીઆઇએ તરફથી વકીલ રોકવા માટે માગ કરાઇ હતી. જેને લઇ હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી બુધવારે હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

વલસાડ કોર્ટમાં ટીમ ઉદ્યોગની ટીમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટમાં બુધવારે સુનાવણીમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વીઆઇએની ચૂંટણી પૂર્વેકોર્ટ કેસના કારણે બંને જુથો દોડધામ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો