તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામના સાત ગામના લોકો માટે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ તાલુકાના બહેજ ગામે રૂ. 92 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહેજનું લોકાર્પણ તથા ધનોરી અને કાંગવાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હૂત રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, લોકોને સસ્તી, સારી અને ઝડપી આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે પુલવામા ખાતે આતંકી હુમલામાં વિરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું કે આતંકી સામે ભારતના જવાનો લડી લેશે અને આવાં તત્ત્વો સામે કાર્યવાહી કરવાનું વડાપ્રધાનએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર ગામડે ગામડે દવાખાના શરૂ કરી આરોગ્ય સેવાનો વિસ્તાર અને વ્યાપ વધારી રહી છે. બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સેવાથી આજુબાજુનાં ગામોની લાભ મળશે. રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે માં વાત્સલ્ય યોજનાને અમલી કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આરોગ્ય સેવાનો અવિરત યજ્ઞ શરૂ કર્યો છે. ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે.

ડો. અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, પહેલું સુખ જાતે નર્યા આપણું આરોગ્ય સારું હશે તો દરેક કાર્ય સારી રીતે કરી શકીશું. રાજય સરકારે આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને લોકોની આરોગ્યની બાબતમાં કેટલી ચિંતિત છે તેની પ્રતિતી કરાવી છે.

ગણદેવી ધારાસભ્ય નરેશપટેલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન પિયુષભાઇ પટેલ, ભાજપ પ્રમુખ ચૂનીભાઈ પટેલ, અનિલભાઇ પટેલ, શૈલેશ ટેલર, સુનિલભાઇ પટેલ, આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ખેરગામના 7 ગામના લોકો માટે બહેજનું નવું આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો