તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતરમાં કામ કરી રહેલી મહિલાનો હાથ પકડી બળજબરીનો પ્રયાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે મહિલાને છેડતી કરી આબરૂ લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી ઈસમને મેથીપાક આપ્યા બાદ પોલીસને સોપ્યો હતો. ત્યાર બાદ મહિલાએ ઈસમ વિરુધ નિઝર પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ ગત રોજ 10 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે ગામની મહિલા કુદરતી હાજતે ગયેલ હતા. ત્યાંરે આરોપી નામે મનોજભાઈ હરિદાસભાઈ તડવી ઉ.વ 25 રહે અમોદાં તરફે સતોના જે ચીખલીપાડા કરમસિંગભાઈના ખેતરમા છુપાયેલો હતો. અને મહિલાની આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી ગળાના ભાગે નખ વગાળી ગુનો કરવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલા બુમાં બૂમ કરી ઉઠતા ગામના લોકો ઘટના સ્થળે દોડી જતા આરોપીને પકડી પાડયો હતો. ત્યાર બાદ એને મેથીપાક આપ્યો હતો. બનાવના લીધે લોકોમાં ભારે ગુસ્સો જોવા મડ્યો હતો. અને મોટી સંખ્યામાં સમગ્ર પંથકના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આરોપીને મેથીપાક આપવા માટે ઝપાઝપી તેમજ માહોલ ખૂબજ ઉગ્ર બન્યો હતો. કૂકરમુંડા અને નિઝરની પોલિસ ખૂબજ સક્રિય અને કાર્યરત હોવાથી તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલાને શાંત પાડી લોકોના ચુંગલમાંથી છોડાવી એની અટકાયત કરી હતી. ત્યાર બાદ પીડિત મહિલાએ આરોપી ઈસમ વિરુધ છેડતી અને જબરન આબરૂ લેવાનો પ્રયાસ કરતા હોવાની ફરિયાદ નિઝર પોલિસ સ્ટેશન ખાતે કરી હતી.બનાવ બાદ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ઈસમની અટકાયત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો