તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદીથી વિખૂટા પડી ગયેલા પાંચ વર્ષીય પૌત્રનું મિલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક સપ્તાહ અગાઉ ડાંગના આહવા તાલુકાના અંતરિયાળ ચવડવેલ ગામમાં વચલા ફળિયામાં રહેતી રંગુબેન જયરામભાઈ પવાર (65) છુટક મજુરી અર્થે સરા ટ્રેનમાં પોતાના પૌત્ર રોહન સંજય પવાર (ઉ.વ. 5)ને લઈ બીલીમોરા આવી હતી. તેણે બીલીમોરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોતાનો પડાવ નાખ્યો હતો અને છુટક મજુરીકામ શોધી રોજીરોટી કમાઈ પોતાનો તેમજ પૌત્રનો પેટનો ખાડો પુરતી હતી. દરમિયાન ધુળેટીના દિવસે બપોરે સ્ટેશન ખાડા શાકભાજી માર્કેટમાં રંગુબેન પૌત્ર રોહન સાથે કોઈ કામસર આવ્યા હતા. દરમિયાન તહેવારની ભીડમાં દાદી અને પૌત્ર વિખૂટા પડી ગયા હતા.

જ્યાં ખાડા વિસ્તારમાં ધુળેટીના બંદોબસ્ત અર્થે ફરજ બજાવતા હોમગાર્ડની નજરે આ એકલું રખડતું બાળક પડ્યું હતું. જેને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની દાદીને શોધી પોલીસે પરિવાર સાથે સુખરૂપ મિલન કરાવતા પરિવારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો