વાલોડમાં હાઇટેનશન લાઈનના તણખાં પડતાં ઘરમાં આગ લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ પાદર ફળીયા ખાતે આજરોજ સવારના 6:45 કલાકે વાલોડ પાદર ફળીયા,કસ્બા ફળીયા,સોડા ફેક્ટરી ફળિયું, કસબા ફળિયાંમાં વીજ પ્રવાહ લઇ જવા માટે આવતી હાઇટેનશન લાઈન મેહમુદમિયા નુરમિયા શેખના મકાન નજીકથી પસાર થતી હોય આ હાઇટેનશન લાઈનના વીજતાર નમી પડ્યા હતા, આ વીજ લાઈનના તાર એકબીજા સાથે સંપર્કમાં આવતાં વીજ તણખા ઉડી રહયા હતા, આ તણખાઓ ઉડી નીચે આવેલ પ્લાસ્ટિકના પતરાઓ પર પડતાં આગ લાગી હતી, અને પતરાઓને આગે લપેટમાં લઇ આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા સ્થાનિક રહીશોએ નજીકમાં આવેલ હાઇટેનશન લાઈનના લંગરીયા ઉતારી વીજ પ્રવાહ બંધ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, સ્થાનિક રહીશોએ ત્યારબાદ ડીજીવીસીએલના કર્મીઓને જાણ કરી હતી, આજરોજ બપોરના સમયે વીજ કંપનીના કર્મીઓએ બે પોલ વચ્ચે એક ત્રીજો પોલ ઉભો કરી નમી પડેલા તારોને ઉંચા કરી દેવામાં આવ્યા હતા.

વાલોડ પાદર ફળિયામાં આગ