તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીથી દારૂ ભરેલી અને પાયલોટિંગ કરતી કાર ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત આરઆર સેલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક દમણથી વગર નંબરની કકો સ્પોટ્ર્સ કારમાં દારૂ ભરી નીકળી હોવાની અને તેની પાયલોટિંગ સ્વિફ્ટ કાર કરતી હોવાની બાટલી મળતા તેઓએ મોતીવાડા હાઇવે પર બંને કારને ઝડપી પાડવાની સફળતા મેળવી હતી. જોકે એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઈકકો સ્પોર્ટ્સ કાર માથી પોલીસને રૂ 75600/-દારૂ હાથ લાગ્યો હતો. બને કાર અને દારૂ મળી કુલ્લે રૂ 14.77600/-નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા ભાવેશ દિનેશભાઈ પટેલ, મનીષ લક્ષ્મણભાઈ લખાર અને વિજય નટુભાઈ કોઈ પટેલ ત્રણેય રહે સુરત વિરુધ્ધ વિવિધ પ્રોહીબિશનની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ કેસમાં યતીન વિનોદભાઈ ચાંપાનેરી રહે સુરત અને દમણના જેનિસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે તમામનો કબ્જો સોપવામાં આવ્યો હતો. દર રોજ દમણથી લાકો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે. જેને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...