તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વટારમાં બાઇક લઇ ગટરમાં ખાબકેલા ચાલકનું મોત થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી ભડકમોરામાં રહેતો યુવક વટાર રોડ પર બાઇક સાથે રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં પડી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભડકમોરા ખાતે બિહારીનગરમાં રહેતા કારીદેવી યાદવે ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ધૂળેટીએ તેઓના પતિ નંદલાલ યાદવ વાપી જીઆઇડીસી ખાતે આવેલ આઇડીયલ ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. ધૂળેટીના દિવસે તેઓ બપોરે કંપનીથી ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ જાઉં છું કહી નીકળી ગયા હતા. સાંજે કારીદેવીને ફોન આવ્યો હતો કે, તેમના પતિ નંદલાલ વટાર રોડ પર પોતાની બાઇક લઇને રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં પડી ગયા છે. જેથી સારવાર માટે 108થકી દમણ મરવડ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં સારવાર દરમિયાન ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કંપની જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો