તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગના વનકર્મીની જંગલમાં અર્ધનગ્ન હાલતમાં લાશ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેત્રંગ વન વિભાગના વનકર્મીની જંગલમાં અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. વનકર્મીના પરીવારજનોએ આકસ્મિક મોત નહિ પણ હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમરપાડા તાલુકાના વાડી ગામના અને નેત્રંગ વન વિભાગના વનકર્મચારીની મીરીપુર ગામેથી લાશ મળી હતી. એક દિવસથી ગુમ થયેલ વનકર્મીની શોધખોળ બાદ લાશ વાલિયા પોલીસને મળી હતી. નેત્રંગ વનકચેરીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા કરસન ગીબીયા વસાવા સવારે પોતાના વતન વાડીથી બાઈક ઉપર જવા માટે નીકળ્યા હતા . સાંજના ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી .મીરાપોરના જંગલમાં રાત્રે ઘણી તપાસ કરી પણ કોઈ સગડ પરંતુ ક્યાંય પતો મળ્યો હતો નહિ. બીજે દિવસે સવારે મીરાપુરના જંગલમાંથી લાશ મળી હતી. વાલિયા સીએચસીના ડોક્ટર લોકેશ ઠાકુરે જણાવ્યું હતું કે, અમને પ્રાથમિક ગળાના ભાગે સાધારણીક ઇજા જણાય છે .અન્ય ભાગમાં કોઈ મેજર ઈજાઓ જણાતી નથી. આ પીએમ સવા બે કલાક ચાલ્યું હતું. લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત શુ બન્યું હતું તે નક્કી થશે.

મૃતકનું પેનલ પીએમ કર્યુ છે, રિપોર્ટ બાદ હકીકત સામે આવેશે : PI

અકસ્માતે મોત નહીં, તેમની હત્યા થઇ છે: પરિવારનો આક્ષેપ

_photocaption_મૃતક કરસન વસાવા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો