તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News A Compassionate Campaign To Save The Birds Operates In Bharuch Narmada 073057

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન ભરૂચ-નર્મદામાં કાર્યરત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગત વર્ષે નર્મદા જિલ્લામાં 160 જેટલા ઘાયલ પક્ષીઓને આ અભિયાન થકી બચાવી લેવાયા હતા. જેમાં 7 જેટલા કબૂતર ના જીવ ગયા હતા. જેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પુનઃ સેવા કરવા સજ્જ બન્યા છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે ભરૂચમાં હેલ્‍પ લાઇન નંબર 02642-269065 અને હેલ્પલાઇન નંબરઃ 1962 ઉપર સંપર્ક કરી શકાશે.

આ બાબતે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીની પ્રેરણાથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશ્વનું અજોડ અભિયાન છે. આ અભિયાન હેઠળ ગયા વર્ષે રાજ્યભરમાં 14500 જેટલા પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. અભિયાન હેઠળ પતંગ ઉડાડનારાઓ કેવી રીતે પક્ષીઓનો જીવ બચાવી પતંગ ઉડાડવાની મઝા માણી શકે એની માર્ગદર્શક સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવે છે. સહુ એનું પાલન કરી સહયોગ આપે એવો અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો