તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોસાલીમાં પંચાયતી રાજના પ્રતિનિધિઓ અને અધિકારીઓની શિબીર યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાંકલ | માંગરોળ તાલુકાના મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સભ્યો અને સરાકરી કર્મચારીઓની બેઝીક તાલીમ યોજાઈ હતી.સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફતી પંચાયત રાજને મજબૂત કરવાના મુખ્યલક્ષી ઉપરોક્ત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે, જેના ભાગરૂપે મોસાલી ગામે સુરત જિલ્લા પંચાયત અને વિદ્યાભારતી સંસ્થાના સહયોગથી ત્રણ દિવસ શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં 45 સરપંચ સભ્યો તલાટી હાજર રહ્યા હતાં. તેમજ માગંરોળ તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરોક્ત શિબિરમાં સંસ્થાના હસમુખભાઈ ચહાણ તેમજ અન્ય પંચાયતીરાજના તજજ્ઞોએ પંચાયતમાં લોકગભાગીદારી દ્વારા વિકાસ કામો કેટલા બાકી છે. સાથે ગ્રામ પંચાયતી રાજ સંસ્થાઓમાં નાણાંકીય આવકના સાધનો ઉભા કરવા 14માં નાણાપંચની ભલામણો થકી સહાય અનુદાન આપવા અને તે બાબતોની જોગવાઈઓ અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. ગ્રામ્યકક્ષાએ યોજાઈ રહેલી તાલીમ શિબિર અલગ અલગ સ્થળે તબક્કાવાર યોજાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો