તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી પાલિકાનું વધારાના કર વિનાનું રૂ.20.13 કરોડનું બજેટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવી પાલિકાની બુધવારે મળેલી બજેટની સભામાં ગણદેવી પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર રૂ. 20,13,40,547નું અને રૂ. 5,05,72,515ની પુરાંતવાળું ફુલગુલાબી બજેટ રજૂ થયું હતું, જે સર્વાનુમતે પસાર થયું હતું. રૂ.11.19 કરોડના ખર્ચે જાહેર બાંધકામ, રસ્તાના કામો હાથ ધરાશે. શહેરને નવા માર્ગો, ગટર સુવિધા, સીસીટીવી કેમેરા સાથે સજ્જ કરાશે. રૂ.1 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવશે. બજેટમાં જનતા પર કોઈ કરનો વધારો કરાયો ન હતો. પાલિકા પ્રમુખ રમણભાઈ ઉર્ફે સોમભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકાના બજેટની સભા મળી હતી. શરૂઆતમાં પુલવામાં આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. બજેટ સભામાં એજન્ડા ઉપરના કામો રજૂ કરતા વિપક્ષના નેતા કિશોર પટેલે 29 જાન્યુઆરી 2019 અને 8 ફેબ્રુઆરીકારોબારીની સમિતિ કાર્યવાહીને અવલોકનમાં લઈ બહાલ રાખવાના કામ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે અધૂરા કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું.

સૂચવેલી ત્રૂટિઓ દૂર કરે તો બજેટને બહાલી આપુ
વિપક્ષી નેતા કિશોર પટેલે બજેટમાં રહેલ ત્રુટીઓ દર્શાવી બજેટમાં તેમણે સૂચવેલ ત્રુટીઓ દૂર કરવામાં આવે તો તેમણે બજેટને હું બહાલી આપીશ એમ જણાવ્યું હતું. શાસકો દ્વારા જ્યાં પ્રજાનું હિત જોખમાય અને પ્રજાના હિત બહારની વાત કરવામાં આવે ત્યારે તેઓ તે કામોનો વિરોધ કરશે એમ પણ જણાવ્યું હતું.

ગણદેવી નગરપાલિકાની બજેટની સામાન્ય સભા મળી હતી.

બજેટમાં દર્શવાયેલા કામોની સૂચિ
કારોબારી ચેરમેન ગોપાળ ગોહિલે પાલિકાનું વર્ષ 2019-20ના વર્ષ માટે રૂ. 20,13,40,547નું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. જેમાં 5,05,72,515ની પુરાંત દર્શાવાય છે. પાલિકાની જનતાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગ્રાન્ટમાંથી 45 લાખના ખર્ચે કચરાના નિકાલની સુવિધા, જળસંચય યોજના અંતર્ગત 21.50 લાખના ખર્ચે જળસ્રોતને નવસાધ્ય કરાશે. માર્ગોને 1 કરોડના ખર્ચે નવિનીકરણ અને રિકાર્પેટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત યુડીપી 88ની ગ્રાન્ટ હેઠળ અદ્યતન ફાયર સ્ટેશન ઉભું કરશે. આ ઉપરાંત પાણીની નવી લાઈનો, ગટરલાઈન, લાઈટ-પાણી સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે. 2 લાખના ખર્ચે શહેરના 20 સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાશે.

રૂપિયા ક્યાંથી આવશે અને ક્યાં જશે
ગણદેવી પાલિકાની આવક

તા.01.04.2019 ના રોજ ઉઘડતી સંભવિત સિલક 7,13,55,221

વિવિધ વેરા ભાડાની આવક 1,97,95,314

સંભવિત ગ્રાન્ટ અને લોનની આવક 10,95,83,340

ડિપોઝિટ / એડવાન્સ વિવિધ ફી તથા પરચુરણ આવક 6,06,672

ગણદેવી પાલિકાની જાવક
સામાન્ય વહીવટ 19,70,000

ઓફીસ વહીવટ સાદીલવાર 1,61,26,160

જાહેર સલામતી 17,66,000

પાણી પુરવઠા 29,15,000

ગટર વિભાગ 42,84,500

સેનિટેશન 98,34,000

જાહેર બાંધકામ 11,19,54,000

ડિપોઝિટ પેશગી લોન 19,18,372

તા.31.03.2020 નારોજ સંભવિત બંધ સિલક 5,05,72,515

કચરા નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે
ગણદેવી પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા રૂ 45 લાખ ના ખર્ચે શહેરના કચરાના નિકાલની સમસ્યા હલ કરવામાં આવશે. ગણદેવી પાલિકા વિસ્તારમાં કચરા નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ઘણીવાર મુશ્કેલી સર્જાય છે. થોડા સમય પહેલા ગણદેવી શહેરના કચરા નિકાલ બાબતે હોબાળો થયો હતો. જે ધ્યાને લઇ કચરા નિકાલની વ્યવસ્થિત કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો