તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસલી ચોકડી પાસે નમી પડેલી વૃક્ષની ડાળી વાહનચાલકો માટે જોખમી બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીથી નાંદરખા જવાના રોડ ઉપર કેસલી ચોકડી નજીક નમી પડેલ લીમડાનું વૃક્ષ અને ડાળી વાહન ચાલકો માટે અત્યંત જોખમી પુરવાર થઇ રહી છે.

હાલમાં બીલીમોરા ખાતે રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય વહીવટીતંત્ર એ ભારે વાહનોને ગણદેવી ભૈયા ટેકરીથી નાંદરખા જવાના રોડથી બીલીમોરા જવા માટે ડાયવર્ઝન અપાયું છે. આ માર્ગમાં ઘણાં વૃક્ષો અને ડાળીઓ વાહન ચાલકો માટે વાહન હંકારવામાં અડચણરૂપ પૂરવાર થઇ રહી છે, જે દુર કરવાની માંગ વાહનચાલકોમાં ઉઠી છે.

ખાસ કરીને કેસલી ચોકડી પાસે એક લીમડાનું વૃક્ષ નામી પડેલુ છે અને તેની ડાળીમાં કેટલાય ભારે વાહનો ટકરાયા હોય કોઈ મોટો અકસ્માત સર્જાવાનો ભય સેવાય રહ્યો છે.

કેસલી ચોકડી પાસે ભયજનક રીતે નડતરરૂપ લીમડાની ડાળી. કેતન નાયક

યોગ્ય કરવાની ખાતરી
નાંદરખાથી કેસલી ચોકડી સુધીના વૃક્ષો જોઈ લઈશું. કોઈ ડાળી અને વૃક્ષ નડતરરૂપ વાહન વ્યવહારને લાગશે તો યોગ્ય કરીશું. જીતુભાઈ, ફોરેસ્ટર

અન્ય સમાચારો પણ છે...