તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંડ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગતાં હાઇવે પર 5 કિમીનો ટ્રાફિક જામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાપુર | સુરત ધુલિયા નેશનલ હાઈવે ઉપર બુધવારે બપોરે (RJ- 19GE- 0421) નંબરની ટ્રકમાં રાજસ્થાનથી 34 ટન ખાંડ ભરીને ધુલિયા તરફ જઈ રહી હતી. દરમિયાનમાં ટ્રક અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતાં ડ્રાઈવરે રસ્તાની સાઈટ ઉપર ટ્રક ઉભી રાખી કેબિનમાં બેઠેલા લોકો ઉતરી ગયા હતાં.18 ટાયરની ટ્રક સહિત અંદર ભરેલો ખાંડનો જથ્થો ખાખ થઈ ગયો હતો. ઘટનાને લઇ હાઇવે પર વાહન વ્યવહાર અટકી જતા હાવનોની 5 કિલોમિટર લાંબી કતાર સર્જાઇ હતી.જેને લઇ ભારે હાલાકી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...