તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લેશફાયરમાં દાઝેલા 3 વર્ષના બાળકે દમ તોડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વહેલી સવારે ચા બનાવવા ગેસ ચાલુ કરતા ફ્લેશ ફાયરની ઘટના બની હતી. જેમા પરિવાર 5 સભ્યો શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી 3 વર્ષીય બાળકનું 18 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ કુબેર ભવનના ત્રીજા માળે રહેતા મૂળ બિહારના રાજેન્દ્રરાયનું પરિવાર રહેતું હતું. રાજેન્દ્ર રાયની પત્ની આશાદેવી ગત 7 માર્ચના રોજ વહેલી સવારે ચા મુકવા માટે ગેસ સળગાવવા દિવાસળી સળગાવી હતી. જે વેળાએ ફ્લેશ ફાયર થતા ઘરમાં સુતેલા નાના બાળકો સહિત પરિવારના 5 જણા ગંભીર રીતે દાઝ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી મિથુન નામના ત્રણ વર્ષીય બાળકનું 18 મી માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે અંતર્ગત કડોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...