Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેલોદમાં જમીન માપણી વેળા 3 શખ્સોનો મહિલા પર હુમલો
ઝઘડિયા તાલુકાના સેલોદ ગામના નયનાબેન નવનીતભાઈ પટેલની સેલોદ ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. નયનાબેનને તેમના ખેતર પાડોસી પ્રતિનભાઈ મગનભાઈ પટેલ સાથે ખેતરના માપ બાબતે મતભેદ ઉભા થયા હતા. જેના નિરાકરણ માટે જમીન માપણી માટે સર્વેયરને બોલાવી ગતરોજ બપોરે બાર વાગ્યાના અરસામાં માપણીનું કામ ચાલતું હતું. તે દરમિયાન સેલોદ ગામના અલ્પેશ હરિભાઈ પટેલ, હરિભાઈ દેવજીભાઈ પટેલ, રણછોડભાઈ દેવજીભાઈ પટેલે ખેતર પર આવી ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. નયનાબેને ગાળો બોલવાની ના પાડતા અલ્પેશ ઉશ્કેરાઈ કોદાળી વડે તેમના પર હુમલો કર્યો હતો. જ્યારે હરિભાઈ અને રણછોડભાઈ પણ મહિલાને લાકડીના સપાટા મારી ઝપાઝપી કરી હતી. જેમાં તેમના કાનની એક કડી તથા એક અઢી તોલાનું મંગળસૂત્ર પડી ગયું હતું. ત્રણેય ઈસમો જતાં જતાં જમીન બાબતે કઈ કર્યું છે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. નયનાબેન પટેલે અલ્પેશ પટેલ, હરિભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી
મહિલા ખેડૂત માપણી કરાવતા હતા ત્યારે 3 શખ્સોએ ઝઘડો કર્યો