આમલીપાડામાં સપ્તાહથી આંટાફેરા કરતો 2 વર્ષનો દીપડો પાંજરે પુરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ નજીકથી એક 02 વર્ષીય દીપડો પાંજરામાં મારણ ખાવાની લાલચમાં પાંજરે પુરાયો હતો. સોનગઢ વન વિભાગે દીપડા સહિતના પાંજરાનો કબજો લઈ દીપડાને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી હતી.

સોનગઢના આમલીપાડા ગામના ડુંગરી ફળિયામાં છેલ્લા એકાદ સપ્તાહથી દીપડો આટાફેરા મારતો હતો અને એણે ફળીયા માંથી મરઘાં અને કુતરા જેવા પ્રાણીનો શિકાર પણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આ અંગે સોનગઢ રેંજ વન વિભાગને જાણ કરવામાં આવતા રેન્જર વી એન પટેલ અને સ્ટાફ દ્વારા ગામના દિલીપભાઈ ભીલાભાઇ ગામીતના ઘર પાસે મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રીના સમયે આ પાંજરામાં મુકવામાં આવેલ મરઘાનું મારણની લાલચમાં અંદાજિત 02 વર્ષીય દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ આમલીપાડા ખાતે દોડી આવી દીપડાનો કબ્જો લઇ એને ગાઢ જંગલમાં છોડવા માટેની તૈયારી શરૂ કરી હતી. ગ્રામજનોએ હજી પણ ગામ અને તેની આસપાસ દીપડાનો પરિવાર ફરી રહ્યો હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

સોનગઢના આમલીપાડા ગામે પાંજરે પુરાયેલ દીપડો.

અન્ય સમાચારો પણ છે...