તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેસેન્જરને બેસાડી ખિસ્સા કાપતી ગેંગના આરોપીને 2 દિવસના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં પેસેન્જરને બેસાડી ખિસ્સા કાપતી ગેંગના ચાર આરોપી ઝડપાયા હતા. આ કેસમાં પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

વાપી ચણોદ ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં કલેક્શનનું કામ કરતા પવન ચીલશેટ્ટી શુક્રવારે ભડકમોરા પર રિક્ષા માટે ઉભા હતા. તે દરમિયાન એક રિક્ષાચાલક તેમની પાસે આવતા તેઓ પાછળ બેસેલા ત્રણ પૈકી એક આગળ બેસી ગયો હતો અને પવન પાછળ બેસી ગયો હતો. ત્યારબાદ પાછળના ત્રણ યુવકો ચાલક સાથે ઝગડી પડ્યા હતા અને ચાલકે પવનને ઉતારી દીધો હતો. ખિસ્સાની ચકાસણી કરતા પવનને રૂ.7,000ની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જીઆઇડીસી પોલીસે બે કલાકમાં તેઓ ઝડપાયા હતા. સુરતના ભેસ્તાનમાં રહેતા આ આરોપીઓ અન્ય કોઇ ગુનામાં પણ સંડોવાયેલા છે કે કેમ તે માટે બે દિવસનો રિમાન્ડ મેળવી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો