તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે-ગણા કરવાની લાલચ આપી 900 કરોડનું કૌભાંડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોરવાડના મીનાક્ષીબેન ઉર્ફે મંજુબેન ચુડાસમાએ મુંબઈની ‘અથર્વ ફોર યુ ઈન્ફ્રા એન્ડ એગ્રો લિ.’ નામની કંપની સામે ગયા ડિસેમ્બરમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ તપાસ જૂનાગઢ એલસીબીને સોંપાઈ હતી. આ ફરિયાદ કંપનીના મુકેશ બાબુલાલ સુંદેશા, સચિન હનુમંત મારૂતિ ગોસાવી, ગણેશ રામદાસ નારાયણ હજારે (ત્રણેય થાણેના રહેવાસી) તેમજ શિવાજી શંકર નિકાડે (રહે. દહીંસર, મુંબઇ) સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતા આ શખસો મુંબઈની આર્થર રોડ જેલમાં હોવાની માહિતી મળી હતી. જેના પગલે જૂનાગઢ પોલીસે માળિયા હાટી કોર્ટનું

...અનુસંધાન પાના નં. 12ટ્રાન્સફર વૉરંટ મેળવી મુંબઈથી તેમને અટકાયતમાં લીધા હતા.

આ શખસોની પૂછપરછ કરતા પોલીસ ચોંકી ગઈ હતી કારણ કે, તેમણે એક નકલી કંપની ઊભી કરીને રૂ. 900 કરોડનું કૌભાંડ આચર્યું હતું. હાલ તેઓ પાસે રૂ. 700 કરોડથી વધુની મિલકતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એલસીબીએ જણાવ્યું હતું કે, આ શખસોએ અથર્વ ફોર યુ નામની કંપની શરૂ કરી હતી, જેની ચોરવાડ સહિત સેલવાસ, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં ઓફિસ હતી. ત્યાં કંપનીના માણસો લોકોને વિશ્વાસમાં લઈને પૈસા ઉઘરાવતા હતા. શરૂઆતમાં કંપની લોકોને ત્રણ-ચાર વર્ષમાં દોઢથી બે ગણી રકમ પરત કરતી. આ કંપનીએ ચોરવાડમાં 1800થી વધુ લોકો પાસેથી રૂ. પાંચ કરોડ સુધીની રકમ ભેગી કરી હતી. આ રીતે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને સેલવાસમાં ત્રણેક લાખ લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી : રૂ. 500થી 50,000 સુધીના હપ્તાની સ્કીમ
ઠગ કંપની લોકો પાસેથી રૂ. 500થી 50,000 સુધીના હપ્તા ઉઘરાવતી હતી. આ કંપનીમાં રોકાણ કરનારે 36 હપ્તા ભરવાના રહેતા. 36 હપ્તાની સ્કીમમાં જોડાય તો દોઢ ગણી રકમ મળતી, જ્યારે 4 વર્ષ માટે રૂ. બે લાખ ભરે તો બમણી રકમ મળતી.

ઠગો પાસે 87 મિલકત અને 87 બેન્ક ખાતાં
અથર્વ ફોર યુ કંપનીના માલિકો પાસે 87 મિલકત છે. આ ઉપરાંત જુદી જુદી તેઓ 87 બેન્ક ખાતા પણ ધરાવે છે. આ કંપની પાસે આયુર્વેદિક હોસ્પિટલ અને મુંબઈમાં અનેક ફ્લેટ પણ છે.

2011માં મકાન ભાડે રાખી કંપની શરૂ કરી હતી
આ શખસોએ 2011માં મુંબઈમાં એક મકાન ભાડે રાખી કંપની શરૂ કરી હતી, જેના ભાડા પેટે તેઓ મહિને રૂ. 25000 ચૂકવતા હતા. મુંબઈમાં શરૂ થયેલી આ કંપનીએ 2013માં ચોરવાડમાં ઓફિસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો