તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

900 લાભાર્થીને સહાય, પેન્શન યોજનાનો લાભ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓની યોજાયેલ એક બેઠકમાં ઉંમરપાડા તાલુકામાંથી વિધવા સહાય અને વૃદ્ધ પેન્સન યોજાનાના 900 જેટલા લાભાર્થીઓને બારડોલીની ખાતે 16મીએ યોજનાર કાર્યક્રમમાં લઈ જવાશે.

ઉંમરપાડા તાલુકામાંથી 900 જેટલા વિધવા સહાય અને વૃદ્દ પેન્સન યોજના લાભાર્થીઓએ સહાય મેળવવા માટે અરજી ફોર્મ ભરેલ છે. આ તમામ લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે મંજૂરીપત્ર અર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ઉંમરપાડા તાલુકા પંચાયત સભાખંડમાં બેઠક યોજાઈ હતી. જેમાં ઉંમરાપડા તાલુકાના પ્રભારી રાકેશભાઈ સોલંકીએ કાર્યક્રમના આયોજન અંગે સમજ આપી હતી. જેમાં 16 જેટલી બસો તેમજ અન્ય વાહનો મારફતે 900 લાભાર્થીઓને બારડોલી ખાતે લઈ જવાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો સામસિંગ વસાવા ઈન્દુબહેન વસાવા, શાંતિલાલ વસાવા, ગંભીરભાઈ વસાવા, ભૂપેન્દ્રભાઈ વસાવા, મામલતદાર ભરતભાઈ ગામીત, ટીડીઓ ગરાસિયાભાઈ તેમજ સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો