વ્યારામાં નિયમો તોડતાં 9 સ્કૂલ વાહનો ડિટેઇન કરાયાં

Vyara News - 9 school vehicles were disested by breaking rules in vyara 080510

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા ખાતે કાર્યરત આરટીઓ દ્વારા સ્કૂલના બાળકોને લઇ જતા વાહનો નિયમોનું પાલન કરતા છે કે નહિ તે બાબતે ચેકીંગ હાથ ધર્યુ હતું. વ્યારા નગર અને નગર બહાર આવેલી સ્કૂલમાં બાળકોને લઇ જતી વાહનો ચેકીંગ કરવા સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. જેમાં અંદાજિત 30થી વધુ વાહનોના ચેકીંગ હાથ ધર્યા હતા. જેમાં નિયમો ઉલ્લઘન કરતી 09 સ્કૂલ વાહનોને ડિટેન કર્યા હતાં. જેના પગલે નિયમો તોડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

તાપી જિલ્લાના વ્યારા ખાતે દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષાના મોટાભાગના વાહનો આરટીઓના નિયમોના પાલન કરતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે વ્યારા આરટીઓ ઇન્સ્પેક્ટર એ આઈ પરમાર, આસી.ઇન્સ્પેક્ટર બી.એસ.પટેલ તેમજ આસી.ઇન્સ્પેક્ટર જી.આર.પટેલ દ્વારા સ્ટાફ સાથે સ્કૂલવાન અને રીક્ષાઓનું ચેકીંગ કર્યું હતું. વ્યારા નગર ખાતે આવેલી તેમજ વ્યારા નગર બહાર આવેલી સ્કૂલ પાસે અને માર્ગ પાર ચેકીંગ કર્યું હતું જેમાં 30 જેટલા સ્કૂલ વાહનો ચેક કર્યા હતા.જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરનારા 5 વાહન અને એલપીજી ગેસ ધરાવતી 03 અને અન્ય 01 મળી કુલ્લે 09 વાહનો ડિટેન કર્યા હતા તેમજ સ્કૂલ ના વાહન નું આરટીઓ ખાતે રજીસ્ટેશન કરવા જાણ કરાઈ હતી વ્યારા આરટીઓ દ્વારા ચાલુ કરાયેલી ઝુંબેશ ના કારણે નિયમો તોડતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતા.

આ બાબતે ચેકિંગ હાથ ધરાયું

વ્યારા આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ , પરમિશન વગરની એલપીજી અને સીએનજી ગેસ કીટ, વાહનોના તમામ સરકારી દસ્તાવેજો અને ચાલકનું લાયસન્સ ચેક કરાઈ છે.

X
Vyara News - 9 school vehicles were disested by breaking rules in vyara 080510

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી