તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીકઅપ નદીના પટમાં ખાબકતા 9ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના આહવાથી સુબીરને સાંકળતા રાજ્ય ધોરીના લવચાલી ગામ નજીક પીકઅપ વાન માર્ગની સાઈડે ઉતરી જઈ નદીના પટમાં ખાબકતા 9 જણાને ઈજા પહોંચી હતી.

ડાંગ જિલ્લાના આહવાથી સુબીર તરફ મજૂરીકામ અર્થે મજૂરો ભરીને જઈ રહેલી પીકઅપ વાન (નં. જીજે-18-એક્સ-4773) આહવાથી સુબીરને સાંકળતા રાજ્યો ધોરીના લવચાલી ગામ નજીક ચાલક અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે આ પીકઅપ પૂરપાટવેગે માર્ગની સાઈડ ઉપરથી ઉતરી જઈ નદીના પટમા ખાબકી હતી. જેને પગલે પીકઅપને જંગી નુકસાન થયું હતું. આ અકસ્માતના બનાવમાં પીકઅપ ચાલક સહિત 9 જણાને ઈજા શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ઈજાગ્રસ્તોની યાદી
કનૈયા દુધાજી ગુજર (ચાલક), વિનુભાઈ કાળુભાઈ પરમાર, રૂપસિંગ તોલયાભાઈ ભાંભોર, પારસ ભુરા ડોડીયા, સજ્જન બદીયા આમલીયા, સંજય તુલજી ડોડીયા, અર્જુન નૂરજી ડોડીયા, રૂપલા ભાભરીયા અને દિલીપ અર્જુન ડોડીયા (તમામ રહે. જામનવિહિર, મૂળ મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

ડાંગના લવચાલી ગામ નજીકના માર્ગમાં નદીના પટમા ખાબકેલી પીઅકપવાન.

અન્ય સમાચારો પણ છે...