તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માકડબનમાં પુરમાં તણાઈ મૃત્યુ પામેલા દંપતીના પરિવારને 8 લાખની સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરના માકડબનના નદીમાં તણાઈને મૃત્યુ પામેલા પતિ, પત્નીના વારસદાર પુત્રને તા.પ. દ્વારા સરકારના નિયમોનુસાર માનવમૃત્યુ સહાયના રૂપિયા આંઠ લાખનો ચેક અપાયો હતો. તા.પં.પ્રમુખ રમેશભાઈ. પાડવી, ટીડીઓ એચ.બી.પટેલ, એટીડીઓ સુરેશભાઈ ગાંવીત, તલાટી હેતલબેન ખાંડરા અને સરપંચ સોમાભાઈએ મૃતકના નિવાસસ્થાને જઈ પરિવારને સાંત્વના આપી મૃતકોના પુત્ર સુરજ સુરેશભાઈ વાઘેરાને ચેક આપ્યો હતો.

માકડબનના ગામના સુરેશભાઈ બજુભાઈ વાઘેરા અને તેમની પત્ની સાયકીબેન સુરેશભાઈ વાઘેરા ગત તા.16 સપ્ટેમ્બરના રોજ પરત ઘરે આવતા હતા. તે વખતે ભારે વરસાદના કારણે ફુલવાડી બારી ફળિયામાં લાવરી નદીમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. કુદરતી આફતથી બંનેના થયેલા અવસાનને લઈ તા.પંચાયત દ્વારા સરકારના નિયમોનુસાર મૃતકોના સીધી લીટીની વારસદાર પુત્ર સુરજભાઈ સુરેશભાઈ વાઘેરાને તેમના માતા,પિતાની માનવ મૃત્યુની નાણાકીય સહાય રૂપિયા આંઠ લાખનો ચેક અપાયો હતો.

ઉલ્લેખનીય છેકે, ચાલુ વર્ષે ધરમપુર-કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં. જેમાં અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...