તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 ચોપડી ભણેલા ખેડૂતે રૂ.200ના ખર્ચે બનાવેલું યંત્ર ખેતરમાં લાખોનો પાક બચાવી રહ્યું છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંદિપસિંહ ગોડાદરિયા | વ્યારા

ખેતરોમાં ઉભા પાકને પશુ-પક્ષી તેમજ તીડ જેવા મોટા જંતુઓથી બચાવવા માટે તાપી જિલ્લાના એક આદિવાસી ખેડૂતે પોતાની સૂઝબૂઝથી ઘરેલુ સાધન વડે એક યંત્ર બનાવ્યું છે, જેના અવાજથી ઉભા પાકના દુશ્મનો ભાગી જાઈ છે. અગાઉ ઘઉંના પાકમાં મોટું નુકશાન સહન કર્યુ હોવાથી આખર પાકને બચાવવા સતત વિચારતા આખર હવાથી ચાલતું યંત્રની બવાન્યું હતું. આ નાનકડો આવિષ્કાર ખેડૂતોના પાકનું રક્ષણ માટે થઇ રહ્યો છે.

માત્ર 8મું ધોરણ ભણેલા પરંતુ નિતનવું કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા એક આદિવાસી સમુદાયના ખેડૂતની મહેનત રંગ લાવી છે.

...અનુસંધાન પાના નં. 2

ઊંચામાળના ખેડૂતે પાકની સુરક્ષા માટે યંત્ર બનાવ્યું

વેસ્ટ ચીજોમાંથી ખેતી પાક બચાવતું બેસ્ટ યંત્ર બન્યું
અંદાજિત 200 રૂપિયા જેટલા ખર્ચે બની જતું આ યંત્રમાં મોટે ભાગે વેસ્ટમાંથી બની જાય છે. જેમાં બેરિંગ 2 નંગ, પાઈપ 2 નંગ અને પતરામાંથી એક પંખો અને એક થાળી આટલી વસ્તુમાં પક્ષી ભગાવવાનો અવાજ ઉત્પન્નન કરતું યંત્ર બની જાય છે.

પવન હોય તે દિશામાં યંત્ર મુકો એટલે ચાલુ થઇ જાય છે
 વેસ્ટ સાધનોમાંથી નજીવા ખર્ચે બનેલું આ યંત્ર ખુબ જ અસરકારક છે. પવન હોય એ દિશામાં સાધન (યંત્ર) મૂકી દેવાથી તે કાર્યરત થશે, તેના અવાજના કારણે પશુ,પક્ષીઓ અને સસલાઓ ખેતરમાં આવતા નથી, અને પાકને નુકશાન થતું અટકે છે. રણજીત હિરજીભાઈ ગામીત, ખેડુત, ઉંચામાળા

યંત્રને નેશનલ એવોર્ડના નોમિનેશન માટે મુકાશે
 પાકને પશુ-પક્ષી તેમજ જંતુઓથી બચાવવાને માટે આદિવાસી ખેડૂતે પોતાની સૂઝબૂઝથી ઘરેલુ સાધન વડે જે યંત્ર બનાવ્યું છે. આ યંત્રને વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ એવોર્ડ માટે રાષ્ટ્રપતિની દેખરેખ હેઠળ ચાલતી એનઆઇએફ સંસ્થામાં મુકવાની તજવીજ હાથ ધરી છે. ડો.ચેતનભાઈ પંડ્યા, વરિષ્ઠ કૃષિ વિજ્ઞાનિક, કેવીકે, તાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો