તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા આયોજિત નેત્રયજ્ઞમાં 648 લોકોએ ભાગ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંતર્ગત કે.એ.પી.એસ. હોસ્પિટલ, અણુમાલા ખાતે દિવ્યજ્યોતિ ટ્રસ્ટ, માંડવી સંચાલિત તેજસ આંખની હોસ્પિટલના સહયોગથી આસપાસના વિસ્તારના લોકોના લાભાર્થે 24 માં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર એમ.પી. હંસોરાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા નેત્રયજ્ઞ યોજાયો હતો.

વિનામુલ્ય નેત્રયજ્ઞનું સાઇટ ડાયરેક્ટર એમ.પી. હંસોરાએ જણાવ્યુ હતું કે આંખ એ કોઈ પણ માનવી માટે એક ઈશ્વરીય વરદાન છે. આજના પ્રદૂષિત વાતાવરણ અને જીવનશૈલીને અનુલક્ષીને પોતાની આંખોની વિશેષ કાળજી લેવું આવશ્યક થઈ ગયું છે. તેમણે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા હાથ ધરવામાં આવતી સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા આયોજિત સ્વાસ્થ્ય સેવાઓ જેવી કે મોબાઈલ મેડિકલ વાન, ઉંચામાળા ખાતે કાર્યરત અણુમથક ગ્રામ્ય દવાખાના ખાતે ઉપલબ્ધ એક્સ-રે સુવિધા તેમજ પેથોલોજી લેબોરેટરી વગેરેનો ભરપૂર લાભ લો અને આપણાં વિસ્તારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખો. આપણે સ્વસ્થ રહીશું ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું અને દેશની પ્રગતિમાંઆપણે અમૂલ્ય યોગદાન આપી શકીશું. આ નેત્રયજ્ઞમાં કુલ 648 દર્દીઓ નોંધાયા હતા જેમાંથી 440 દર્દીઓને નંબરવાળા ચશ્મા અને અન્ય સારવાર તેમજ દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. 182 જેટલા દર્દીઓના મોતિયો, વેલ, ઝામર તેમજ પડદાના ઓપરેશનની જરૂર જણાતાં તેઓના તેજસ આંખની હોસ્પીટલ, માંડવી ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

_photocaption_કાકરાપાર ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો