તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબા બ્રીજ નજીક ઉતારાઇ રહેલો 64 હજારનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા ક્રાઈમબ્રાંચે કોસંબા ઓવરબ્રીજના છેડા ઉપર ઉતારાઇ રહેલો 64650 રૂપિયાની કિંમતનો 410 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનાર તેમજ ભાગી જનાર કાર ચાલક મળી કુલ 3ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુબજ નેહા નં 48 ઉપર આવેલ કોસંબા રેલવે ઓવરબ્રીજના મુંબઈથી અમદાવાદ તરફ જતા છેડા ઉપર વિદેશી દારૂનો જથ્થો પોતાના પાર્સલોમાં ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી કરમાલી ગામના યજ્ઞેશ વસાવાને પકડી પાડ્યો હતો.સ્થળ પરથી 64650 રૂપિયા, 410 નં દારૂની બોટલ ઝડપી પાડી હતી. પોલીસે ઝડપાયેલા યુવકને આ દારૂ ક્યાંથી લાવ્યા હતાં અને કોને આપવાના હતાં તે અંગે પૂછતાછ કરતાં દારૂ મુંબઈના જયેશભાઈ નામના ઈસમ પાસેથી મંગાવ્યો હતો. જયેશે અન્ય કોઈ વાહનમાં દારૂના પાર્સલો બ્રીજ પાસે ઉતારી દીધેલ હતાં. તે દારૂના પાર્સલો હાંસોટ તાલુકાના ખરચ ગામે રહેતા પ્રકાશભાઈ મોહનભાઈ પરમારના હોય તેણે ગાડી લઈને બે ઈસમોને દારૂના પાર્સલો ભરવા માટે મોકલ્યા હોવાનું પકડાયેલા આરોપીએ કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...