તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલની ઝાડીમાં સંતાડેલો 60 હજારનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના ચાપાવાડી ગામ નજીક આવેલ જંગલની ઝાડીમાં ટોકરવાના બુટલેગરે દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પોલીસને મળતા ગુરુવારે વહેલી સવારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. પોલીસને સ્થળ પરથી દેશીદારૂની કુલ 1200 બાટલી કે જેની કિંમત 60,000 થાય છે એ મળી આવતા કબ્જે કરી ભાગી છૂટેલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો.

સોનગઢના ચાપાવાડી ગામના ડુંગરી ફળીયા નજીક આવેલ જંગલના ઝાડી-ઝાંખરામાં ટોકરવા ગામના બસસ્ટેન્ડ ફળિયામાં રહેતા દિલીપ ઉર્ફે ડાલો ધનાભાઇ ગામીતે મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો મંગાવી ઉતારી છુપાવી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના અનુસંધાને ગુરુવારે વહેલી સવારે 5.45 કલાકે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરી હતી. પોલીસની રેડ નિહાળી દિલીપ ગામીત પોતાની કાર લઇ ભાગી છૂટ્યો હતો. સ્થળ પર તપાસ કરતા ઘાસ નીચેથી દેશીદારૂની ટેન્ગો અને સંતરાની 180 મિલીની 25 બોક્ષમાં 1200 બોટલ મળી આવી હતી. પોલીસે 60,000 ની કિંમતનો દારૂ કબ્જે કરી નાસી ગયેલ બુટલેગર દિલીપને વોન્ટેડ જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...